.comment-link {margin-left:.6em;} <$BlogRSDURL$>

Now you can read Gujarati stories online. You don't have to download any Gujarati font for that. All stories published here will be in PDF format.

Friday, October 14, 2005

દીવા નીચે અંધારું અને દીવા ઉપર મેંશ,
જગને અજવાળે તોય ન ભાળે દિન ઉજેશ.
જ.
***

આંખે એની સાગર લહેરાય, છલકે તો આંસુ થાય;
હૈયે ભલે અગન બળતો, તોય છલક્યે હૂંફ વરતાય.
જ.
***

અમે વરસાદી વાદળ સાજન, તમે અષાઢી વીજ;
થઈ કટારી હૈયે ભોંકાયાં, કેવી તમારી આ રીસ?
જ.
***

વાયદો કીધો મળવાનો ને વહી ગયાં મલક પાર,
વાયદો તો હતો વરવાનો, કાં રઝળાવ્યાં મઝધાર?
જ.
***

તમે સમણામાં આવ્યાં’તાં ને કીધી’તી એક વાત,
ભેગાં જીવશું, ભેગાં મરશું એ શાંને ભૂલ્યાં પરભાત?
જ.
***

વિશ્વાસે હંકાર્યું હતું અમે તો મધ દરિયે વહાણ,
હલેસાં સંતાડી બેઠાં તમે, નહોતી અમને જાણ.
જ.
***

દીકરાને ભણાવ્યા કોલેજે મોકલી,
હવે ભણીએ છીએ અમે એની પાસેથી;
કોમ્પ્યુટરની કરામતો,
પૂછી પૂછી ભૂલી ભૂલી ફરી ફરી.
જ.
***

અમે નીકળ્યા’તા જીતવા જગને,
હાર્યા ખુદ સ્નેહીઓ, સ્વજનોથી.
જ.
***

મુસલમાનો કો ભી બુતપરસ્તી માફ હોતી હૈ,
જબ મહેબુબા કી હસીં મુરત સામને હોતી હૈ.
જ.
***
ચલો એકબાર ફીર સે મુહોબત કર કે દેખે,
કિસી હસીં મહેબુબા કે દર પે મર કે દેખે.
જ.
***
કેવો કોપ્યો આ કાળ જે કોળિયો કરી ગયો,
આતંકવાદી જે હતા તેમનેય ભરખી ગયો.
જ.
***
વતનની યાદ આવે છે ને ભલે રુએ છે આંખડી,
માયા ડોલરની છૂટતી નથી શી દશા છે આપડી!
જ.
***
સંગે રહેવાનું મન હતું પણ જાતે વહોર્યો વનવાસ,
ડોલર પાછળ દોડિયા, પછી ક્યાંથી મળે સહવાસ?
જ.
***
ઉજાગરા બહુ રે કીધા, કીધા બહુ પરયાસ,
ભગ્યમાં હતું તે પામીયા, વધુની શું આશ?
જ.
***
અમે આવ્યા’તા આશ લઈને, રહેશું રે સંગાથ,
તમે પરવરિયાં અમને મેલી રેઢા છોડી સાથ.
જ.
***
વાદળ તો વરસ્યાં નહીં, વીજ ન ભરખી અમ જાત,
સાજણ વીણ અમે રહ્યા મઝધાર, શું દિ ને શી રાત?
***

વાયરા આવે વતનથી, લઈને નીતનીત રૂડા સંદેશ;
આંખડી અમારી છતાંય રોતી, લાગે ન મન પરદેશ.
જ.
***
સાજણ સમણાં નેણમાં, હૈયે ભર્યો વિજોગ,
ક્યારે રે આવશે સાજણ મળવાનો સંજોગ.

***
For more poems please log on to : http://gujaraties.blogspot.com/

Tuesday, October 11, 2005

શોધીએ છીએ

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,
ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ.


કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,
ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.


ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,
કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ.


વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,
હવે એમનાં દિલમાં મીઠાશ શોધીએ છીએ.


કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,
હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.


કદી ન આપ્યો આદર જેને ન હૂંફ આપી છે,
એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.


સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,
એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?


સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી
હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?

__ Jayanti.

***

વનીવનીના છંદ કરવા શોભે નહીં સાહિત્યકારને
એમ સમજી અછાંદસ કવતા કવિ આજના.
***

દુશ્મનોનાં વાકબાણો હવે અમને ડરાવે શું?
અમૃત મૂકી એકપા અમે વખની આદત પાડી છે.
***

સ્નેહી ક્યમ અળગાં થયાં, મને સમજાયું આજે,
જીભ મારી અગનનો ભડકો પાસ આવે એ દાઝે.
***

ના હું માલદાર નથી, દેવાદાર છું,
તને ખબર તો છે, સ્મિત તારું:
વર્ષોથી માગી ગયો છું પણ
એ પરત કરી શક્યો ક્યાં છું ?
***

પ્રેમની જીકર નહોતી કરી બસ એ જ ખ્યાલથી,
કે તું હા કહે કે ના કહે, લોકો તને બદનામ કરી દેશે.
***

સ્નેહીઓમાંથી દુશ્મનોની કરી જો બાદબાકી તો
મનમાં થયું હવે જીવડા જીવ્યાથી મરવું ભલું.
***

રહે માછલીઓ સંપથી એક્વેરિયમની માંય,
મધ દરિયે બાઝી મરે, મને કેમે ન સમજાય.
***

દીવા નીચે અંધારું ને દીવા ઉપર મેંશ
જગને અજવાળે તોય ન ભાળે દિન ઉજેશ.
***

આંખે એની સાગર લહેરાય
છલકે તો આંસુ થાય,
હૈયે એને ભલે અગન બળતો
છલક્યે હૂંફ વરતાય.
***

અમે વરસાદી વાદળ સાજન
તમે અષાઢી વીજ,
થઈ કટારી હૈયે ભોંકાયાં
કેવી રે તમારી આ રીસ?
***

___Jayanti

જે અંદર છે
કસ્તુરી મૃગ જેમ કસ્તુરીને ઢુંઢવા વનવન ભટક્યા કરે છે તેમ કેટલાય માણસો પોતાના અંતરમાં પડેલી સારપને વ્યક્ત કરવાને બદલે એને શોધતા જગમાં ફર્યા કરતા જોવા મળે છે.

દુનિયામાં જે લાખો દુ:ખી લોકો વસે છે. એમના પ્રત્યે વહાલભરી નજર માત્ર કરતાં દિલની સારપ બહાર આવી જશે એની અનુભૂતિ એ કેમ નથી કરી શકતા એનું મને આશ્ચર્ય થાય છે. ક્યારેક એની અનુભૂતિ કરીને ખાતરી કરી જોજો પછી જોજો કે તમને કેવી લાગણી થાય છે.
પછી એ સારપની સામે સામો કેવો પ્રતિભાવ મળે છે એનો અનુભવ તમને થાય ત્યારે તમારી એ સારપ કેવી બેવડી થઈ બહાર આવે છે એનો પણ અનુભવ તમને થયા વગર નહીં રહે.
­__ જ.

Monday, October 10, 2005

મુસલમાનો કો ભી બુતપરસ્તી માફ હોતી હૈ
જબ મહેબુબા કી હસીં મુરત સામને હોતી હૈ

ચલો એકબાર ફીર સે મુહોબત કર કે દેખે,
કિસી હસીં મહેબુબા કે દર પે મર કે દેખે.
જ.

Monday, July 25, 2005


To read novel "Vasma Orta" please click on the image on the left.
To read the novel "manekh Matinan" please click on the image on the left.
To read the novel "Begam" please click on the image on the left

Sunday, June 12, 2005

Now you can read Gujarati sahitya online free. I have added some links in the right hand column. Please click on the link and start reading. Please do not forget to post your comments.
Thank you.

Sunday, March 28, 2004

This is the web site for the people who love Gujarati reading. In this site I am going to publish Gujarati stories. This site is to be updated every month so you will find something new every time you log on to it.

This page is powered by Blogger. Isn't yours?